ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જુનાગઢ અને સોનગઢથી નરેન્દ્ર મોદીએ ભાજપના ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. બીજા તબક્કામાં તેઓ બુધવારની બપોરે 1 કલાકે સાબરાકાંઠા લોકસભા માટે હિંમતનગર શહેરથી ભાજપનો પ્રચાર અભિયાન શરૂ કરશે. ત્યાર બાદ 3:30 વાગે સુરેન્દ્રનગર લોકસભા માટે સુરેન્દ્રનગર અને ત્યાર બાદ આણંદ લોકસભાના વલ્લભ વિદ્યાનગરમાં સાંજે પાંચ વાગે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનો સંબોધશે.
વડાપ્રધાન મોદી બુધવારની રાત્રે ગાંધીનગરમાં રોકાણ કરશે. આ દરમિયાન તેઓ રાજ્યની 26 લોકસભા બેઠકો માટે ભાજપના પ્રદેશ નેતાઓ, પ્રભારી સાથે બેઠક યોજીને સમીક્ષા કરશે તેવું જાણવા મળ્યું છે. ગુરૂવારે સવારે વડાપ્રધાન મોદી અમરેલીમાં ભાજપની ચૂંટણી સભા સંબોધશે.