રંગોલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘આવા વ્યક્તિથી શું આશા રાખવી. યુદ્ધભૂમિ પર મળવાની જગ્યાએ પીઠ પાછળ પ્રહાર કરવાનું પસંદ કરે છે. જેટલો તુ અને તારો પીઆર કંગનાને નીચે પાડશે એટલી જ એ…… અત્યાર સુધી એ આ વિશે નહોતી વિચારતી, પરંતુ હવે તુ જો….જાદૂ.’ રંગોલીએ એક બીજુ ટ્વિટ પણ કર્યું છે. તેમાં તેણે લખ્યું છે કે, ‘તુ પોતાના ચિલ્લર પીઆર પાસે ટ્વિટ કરાવે છે. એ એક ઇન્ટરવ્યૂ આપશે અને તને પછાડશે.’
રંગોલીએ બીજા ટ્વિટમાં રિતિકને ચેતવણી આપતા લખ્યું કે, ‘બાલાજી શું કંગના રનૌતનું પ્રોડક્શન હાઉસ છે જે તે જ્યારે ઇચ્છે ત્યારે ફિલ્મ રીલીઝ કરે, પરંતુ પપ્પૂ તો પપ્પૂ છે. કૉમન્સ સેન્સ તો છે જ નહીં. હવે દેખ બેટા, તારી શું હાલત થશે.’
તેણે લખ્યું કે, ‘કંગનાએ એકતા કપૂરને 26 જુલાઈનાં મેન્ટલ હૈ ક્યા ફિલ્મ રીલીઝ કરવા કહ્યું, પરંતુ એકતા બોલી કે એક નિર્માતા તરીકે તેને ફિલ્મ રીલીઝ ડેટ નક્કી કરવાનો અધિકાર છે. પછી તે પોતાના બાળપણનાં દોસ્ત ઋતિકને મળી હતી અને પછી બંનેએ મળીને આ નિર્ણય લીધો.’