બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની પાસપોર્ટ રિન્યૂઅલની માગની અરજી બોમ્બે હાઈકોર્ટે 25 જૂન સુધી સ્થગિત કરી દીધી છે. થોડા સમય પહેલા કંગનાની એક પોસ્ટ પર નફરત ફેલાવાવનો આરોપ લાગતા તેના પર FIR નોંધાઈ હતી. તેના કારણે પાસપોર્ટ ઓથોરિટીએ કંગનાનો પાસપોર્ટ રિન્યૂ કરવા પર વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે આ સમગ્ર વિવાદની વચ્ચે કંગનાએ હવે એક્ટર આમિર ખાનનું નામ લીધું છે.


કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતાં લખ્યું કે, મહાવિનાશકારી સરકારે મારું પરોક્ષ રીતે ઉત્પીડન ફરીથી શરૂ કર્યું છે, પાસપોર્ટ રિન્યૂઅલ માટે મારી વિનંતી ફગાવી દીદી છે કારકણ કે મુન્નવર અલી નામના એક ટપોરીએ મારા પર દેશદ્રોહનો કેસ નોંધાવ્યો છે. કોર્ટે આ મામલે લગભગ ફગાવી દીધો હતો, તેમ છથાં કોર્ટે પાસપોર્ટ માટે મારી વિનંતી ભગાવી દીધી છે કારણ આપ્યું કે, ‘મારી વિનંતી અસ્પષ્ટ છે.’


કંગનાએ આમિર ખાનના નિવેનદ પર કટાક્ષ કર્યો


આ સાથે જ કંગનાએ આમિર ખાનની વાત કરતાં લખ્યું કે, “આમિર ખાને પણ ભારતને અસહિષ્ણુ કહેતા ભાજપ સરકારને પણ અપમાનિત કરી હતી, ત્યારે તેની ફિલ્મો અને શૂટિંગ રોકવા માટે કોઈએ તેનો પાસપોર્ટ પર પ્રતિબંધ કેમ લગાવ્યો ન હતો. તેને આ રીતે ટોર્ચર અને પરેશાન પણ કરવામાં આવ્યા ન હતા.”




જણાવીએ કે, કંગના વર્ષ 2015માં આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવના અસહિષ્ણુતાના નિવેદનને લઈને વિવાદ વિશે વાત કરી રહી છે.


જણાવીએ કે, કંગનાએ પોતાની ફિલ્મ ધાકડના શૂટિંગ માટે હંગરી જવાનું છે. કંગનાનો પાસપોર્ટ 15 સપ્ટેમ્બરે એક્સપાયર થઈ રહ્યો છે. આ મામલાને લઈને એક્ટ્રેસ હાઈકોર્ટ પહોંચી છે.


ઉપરાંત તેની પાસે થલાઈવી, તેજસ, મણિકર્ણિકા સીક્વલ અને ઇન્દિરા ગાંધી જેવી ફિલ્મો પણ છે.


પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર ચઢી ગયા હતા દારુડિયાઓ ને એક્ટ્રેસ પાસે કરવા લાગ્યા હતા આવી ડિમાન્ડ, એક્ટ્રેસ ઓટોબાયૉગ્રાફીમાં કર્યો ખુલાસો


'તારક મહેતા કા......' શૉના આ સ્ટાર્સ આજે પણ છે કુંવારા નથી કર્યા લગ્ન, જાણો આ લિસ્ટમાં કોણ-કોણ છે સામેલ