નવી દિલ્હીઃ એક્ટ્રેસ કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ પોતાના સ્પષ્ટ નિવેદન માટે જાણીતી છે. આ બન્નેએ ઘણાં મુદ્દે સ્પષ્ટ મત રાખ્યો છે. આ વખતે રંગોલીની રડાર પર આવી ગઈ છે એક્ટ્રેસ આલિયા ભટ્ટ. રંગોલીએ ટ્વીટ કરીને આલિયા ભટ્ટની નીયત પર સવાલ ઉભા કર્યા છે.

આલિયા ભટ્ટ્નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આલિયા બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ હાથમાં લઈને જતી જોવા મળી રહી છે. જોકે ઈવેન્ટ શરૂ થતા પહેલા જ આલિયાએ ટ્રોફી પોતાના હાથમાં લઈ લીધી તેના કારણે રંગોલી ચંદેલે ખખડાવી છે.


રંગોલીએ લખ્યું કે, ચાલો, એટલું તો સત્ય છે કે તમે આ કામ કોઈને ખબર ન પડે એમ કરી રહ્યા છો બધાની સામે નહીં. મને ગમ્યું કે અંદર કંઈક બાકી છે કે જે હજી રોકાઈ રહ્યું છે.

રંગોલીના આ ટ્વિટ પર હજી આલિયાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આલિયા તેના હાથમાં પાછળના દરવાજાથી એવોર્ડ લઈ જતી જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખીને રંગોલીએ તેના પર એવોર્ડ ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે. જો કે, વીડિયોમાં આલિયાના મેનેજર ફોટોગ્રાફરોને આ તસવીર પોસ્ટ કરવાની ના પાડતા દેખાઈ રહ્યા છે. આલિયા એમ પણ કહેતી જોવા મળે છે કે સાંજે 7 વાગ્યા પછી અપલોડ કરજો. આ જોઈને સોશ્યલ મીડિયા પર આલિયા ભટ્ટ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે, શું આ એવોર્ડ ખરેખર ફિક્સ હતો?