આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થયો છે, સરકાર સામે કેટલાક મુદ્દાઓ અને પ્રશ્નોને લઇને વિરોધ કરી રહી છે, બિનસચિવાલય, ખેડૂતો અને પાક વિમાન જેવા પ્રશ્નો સૌથી આગળ છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં વિધાનસભા કૂચ થઇ રહી છે. આ જોઇને પોલીસબળે કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે, વિધાનસભા તરફ આગળ વધી રહેલા કોંગી કાર્યકરોને રોકવા માટે પોલીસે વૉટર કેનનથી પાણીનો મારો પણ ચલાવ્યો છે.
વિધાનસભા કૂચ દરમિયાન પોલીસ વાહનો પર પથ્થરમારો થયો હતો. અહીં વિવિધ મુદ્દે સરકાર સામે માંગણી કરવામાં આવી છે. તેમાં કોંગી ધારાસભ્યો, નેતાઓ સહિતના કોંગ્રેસના નેતા જોડાયા હતા. કાર્યકરો બેનર સાથે સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ પ્રદર્શન કર્યુ હતુ.