નવી દિલ્હીઃ જેએનયૂમાં વિદ્યાર્થીો પર થયેલ હુમલા બાદ તેને સપોર્ટ કરવા માટે જેએનયૂ પહોંચેલ દીપિકા પાદુકોણ ભલે સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરી રહી હોય પરંતુ તેના આ નિર્ણયને સપોર્ટ કરવા માટે ઘણાં લોકો આગળ આવ્યા છે. જ્યાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક બોલિવૂડ સેલેબ્સે દીપિકાના આ નિર્મયના વખાણ કર્યા છે જ્યારે જેએનયૂના પૂર્વ સ્ટૂડન્ટ યૂનિયનના પ્રમુખ કન્હૈયા કુમારે દીપિકાના વખાણ કર્યા છે.


કન્હૈયા કુમારે દીપિકાના સાહસની પ્રશંસા કરતાં ટ્વીટ કર્યું છે. કન્હૈયાએ લખ્યું કે, “એકતા અને સપોર્ટ કરવા માટે દીપિકા તમારો આભારત. ભલે આજે તમને ગાળો દેવામાં આવી રહી છે અથવા તો ટ્રોલ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ સાહસની સાથે ઉભા રહેવા માટે ઈતિહાસ તમને હંમેશા યાદ રાખશે.’

આ ટ્વીની સાથે કન્હૈયા કુમારનો એક વીડિયો પણ શેર કર્યો. જેમાં તે ખુદ આઝાદીના નારા લગાવતો જોવા મળી રહ્યો છે. જોકે વીડિયોમાં દીપિકા આ નારાનો કોઈ જવાબ આપતી જોવા નથી મળી રહી પરંતુ મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ આઝાદીનું ગીત ગાઈ રહ્યા છે.