નવી દિલ્હીઃ પોપકોર્ન ખાવામાં જેટલા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ હોય છે, એટલા જ મોટા ખતરનાક સાબિત થઈ શકે છે. બ્રિટેનના એક વ્યક્તિને પોપકોર્ન ખાવા ભારે પડી ગયા છે. તેણે જે પોપકોર્ન ખાધા તેનો એક ટુકડો દાંતમાં ફસાઈ ગયો, જેના કારણે દાંતમાં ખતરનાર ઇનફેક્શન થઈ ગયું. અનેક ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ ટુકડો બહાર કાઢી ન શકાયો. વ્યક્તિનો જીવ બચાવવા માટે ઓપન હાર્ટ સર્જરી પણ કરવી પડી.


એડમ માર્ટિન નામના 41 વર્ષીય વ્યક્તિએ સપ્ટેમ્બર મહીનામાં પોપકોર્ન ખાધા હતા જે દાંતમાં ભરાઈ ગયા હતા. તેને કાઢવા માટે એડમે પેન, ટૂથપિક, તાર અને ખીલ્લીનો ઉપયોગ કર્યો જેના કારણે ઇનફેક્શન થઈ ગયું. પોપકોર્ન કાઢવાના ચક્કરમાં તેને જડબાને ભારે નુકસાન થયું.



ઇન્ફેક્શન એટલું થયું કે તે હૃદય સુધી પહોંચી ગયું અને તેને ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડી. મીડિયા અહેવાલ અનુસાર એડમને રાતે પરવેસો, બેચેની અને માથાના દુખાવાની ફરીયાદ રહેવા લાગી હતી.



જ્યારે કંઈ સુધારો  જોવા ન મળ્યો તો એડમ હોસ્પિટલ ગયો જ્યાં ખબર પડી કે તેના ઇન્ફેક્શનથી તેના હૃદયને પણ નુકસાન થયું છે. એડમ માર્ટિનનો જીવ ડોક્ટરોએ બચાવી લીધો. ડોક્ટરોએ એડમની ઓપન હાર્ટ સર્જરી કરી. એડમે જણાવ્યું કે હું મોતના દરવાજા પર જ ઉભો હતો નસીબથી મારો જીવ બચી ગયો છે. હું જીવનમાં ક્યારેય પોપકોર્ન નહીં ખાઉ.