Sanjana Galrani Baby Bump Photos: સાઉથ ફિલ્મની સ્ટાર એક્ટ્રેસ અને કન્નડ ફિલ્મોમાં ધમાલ મચાવનારી સંજના ગલરાની ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે સંજના ગલરાની પોતાની પ્રેગનન્સીને લઇને ચર્ચામાં છે, તેનાથી પણ વધુ તેને હાલમાં શેર કરેલી બેબી બમ્પની તસવીરોને લઇને ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બની છે. સંજના ગલરાની બહુ જલદી માં બનવાની છે, અને તે હાલમા પોતાની પ્રેગનન્સીને એન્જૉય કરી રહી છે. 


એક્ટ્રેસ હાલમાં પ્રેગનન્સીના ત્રીજા ટ્રાઇમિસ્ટરમાં છે, ડિલીવરીના ગણતરીના દિવસો પહેલા તેને મેટરનિટી ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો તેને ખુદ પોતાના ઇન્સ્ટા પર શેર કરી છે, અને ખુબ વાયરલ થઇ રહી છે.  


આ તસવીરોમાં એક્ટ્રેસ સંજના ગલરાની પોતાના બોલ્ડ અંદાજમાં ડ્રેસના કટને ખોલીને બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે, ફેન્સને આ પ્રકારનો પૉઝ એક્ટ્રેસે પહેલીવાર આપ્યો છે. શેર કરવામા આવેલી તસવીરોમાં એક્ટ્રેસે મરૂન કલરનો ડ્રેસ પહેરેલો છે, અને બ્યૂટીફૂલ લૂકમાં દેખાઇ રહી છે. 






ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ સંજના ગલરાનીનુ નામ બે વર્ષ પહેલાં સેન્ડલવુડ ડ્ર્ગ્સ કેસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ અભિનેત્રીને પોલીસે કસ્ટડીમાં પણ લીધી હતી. 






























---


આ પણ વાંચો............. 


રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી


Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે


મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ


ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે


નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું