Shocking! નશામાં ધૂત કપિલે પ્લેનમાં સુનીલ ગ્રોવર સાથે કર્યુ કંઈક આવું, બીજા મુસાફરો પણ ડરી ગયા
નશામાં ધૂત કપિલ સુનિલની સીટ પર ગયો અને તેણે ગેરવર્તન કર્યુ હતું. અને પછી સુનિલ સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. અહેવાલો છે કે કપિલના આવા વર્તનથી સુનિલને આઘાત લાગ્યો હતો. આ અંગે સુનિલે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. રિપોર્ટના આધારે કપિલ શર્માએ સુનીલ ગ્રોવરનું અપમાન કરતા કહ્યું કે, તું છે કોણ? તારો શો ફ્લોપ થયો હતો. તે ઓસ્ટ્રેલિયામાં જાતે જે શો કર્યો હતો તે પણ ફ્લોપ હતો. આ ઘટના પછી પ્લેનના કેટલાક યાત્રીઓ ડરી ગયા હતા. અને તેમણે ઈમરજંસી લેંડિગની માગ કરી હતી. આ પછી કપિલની ટીમના અન્ય સભ્યોએ મામલો સંભાળ્યો હતો.
જો કે એબીપી ન્યૂઝ આ ખબરની પુષ્ટી કરતું નથી.
હાલમાં જ કપિલે પોતાના શોની કાસ્ટ સાથે ઓસ્ટ્રેલિયાની ટૂર કરી હતી. ત્યાંથી પાછા આવતી વખતે પ્લેનમાં એક ઘટના બની હતી. આ વાત બે દિવસ પહેલાની છે. જ્યારે કપિલ શર્મા શોની આખી ટીમ મુંબઈ પાછી આવી રહી હતી. સ્પોટબોય.કોમના એક રિપોર્ટના આધારે આ ફ્લાઈટમાં કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે ઝઘડો થયો હતો. બિઝનેસ ક્લાસમાં કપિલ તેની ટીમ સાથે મુસાફરી કરી રહ્યો હતો. અને તેણે ખૂબ દારૂ પીધો હતો.
કપિલને ફિલ્મોમાં કામ કરવા માંડ્યુ ત્યારથી પોતોની ટીમના સભ્યોને ‘ટીવી વાળા’ કહીને બોલાવા લાગ્યો હતો.
કહેવાય છે કે સુનીલ ગ્રોવરના કપિલના આવા વર્તનથી એટલા ગુસ્સામાં છે કે તે જલદી જ કપિલ શર્મા શો છોડી શકે છે. ટીમના અન્ય સભ્યો પણ કપિલથી નારાજ છે.
નવી દિલ્લી: ફેમસ કોમેડિયન કપિલ શર્માના ફેંસને શનિવારે સવારે તેની ગર્લફ્રેંડ ગિની સાથેના સંબંધની જાહેરાત કરીને સરપ્રાઈઝ કરી દીધા હતા. પણ હવે જે અહેવાલો આવ્યા છે તે કપિલના ફેંસને ચોંકાવી દેશે.