કપિલ શર્માના ચાહકો માટે સારા સમાચાર, કયા શોથી ટીવી પર કરશે કમબેક, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, કપિલ છેલ્લા કેટલાક સમયથી ટીવી પરથી ગાયબ છે. તેનો શો ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા’ પણ અધ વચ્ચે જ બંધ થઈ ગયો હતો. કપિલ તેના ગેરવર્તનના કારણે ચર્ચામાં રહ્યો છે. તેના શો માં આવેલા સેલિબ્રિટી સ્ટારોએ તેના સ્વભાવ પર સવાલ ઉઠાવ્યા હતા. પોતાના કો-સ્ટાર સુનીલ ગ્રોવર સાથે વિવાદને લઈને પણ તે વધારે ચર્ચામાં રહ્યો.
મુંબઈ: કોમેડિયન કપિલ શર્માના ચાહકો માટે ખૂશ ખબર છે. કપિલ શર્મા એકવાર ફરી ટીવી પરત ફરવાની તૈયારીમાં છે. કપિલ શર્માએ ખુદ તેની જાણકારી આપતા કહ્યું કે, તેનો સુપરહિટ કોમેડી શૉ ‘ધ કપિલ શર્મા’ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે કપિલ બેંગલુરુની એક આયુર્વેદિક આશ્રમમાં શરાબની લત છોડાવવા માટે ગયો હતો. તેના થોડાક સમય બાદ ફરી શરાબ પીવા લાગ્યો હતો. જો કે હવે તે પોતાના કરિયરને સુધારવા પર વધારે ધ્યાન આપી રહ્યો છે. અને પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યો છે.
તે સિવાય તે શારીરિક અને માનસિક પીડાથી પણ ગ્રસ્ત છે. છેલ્લા કેટલાક મહિનાથી કપિલનું વજન પણ વધી ગયું છે અને તે સોશિયલ મીડિયા પર આજ કાલ વધારે એક્ટિવ પણ નથી.