મુંબઈ: કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ મદદ કરી રહ્યા છે. દેશમાં લોકડાઉન બાદ ઘણા બોલીવૂડ અને ટીવી કલાકાર આગળ આવ્યા અને મદદની જાહેરાત કરી છે. તાજેતરમાં કૉમેડિયન કપિલ શર્માએ પીએમ રીલીફ ફંડ માટે 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. કપિલ શર્માએ પોતાના પર તેની માહિતી આપી હતી.




કપિલ શર્માએ ટ્વિટર પર પોસ્ટ શેર કરતા લખ્યું, 'આ સમય જરૂરિયાતવાળા લોકો સાથે ઉભા રહેવાનો છે. કોરોના વાયરસ સામે જંગ લડવા માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં 50 લાખ રૂપિયા દાન કરી રહ્યો છુ. આપ તમામને વિનંતી છે કે, તમે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. કપિલ શર્માના આ પગલાની તેમના ચાહકોએ ખુબ પ્રસંશા કરી છે.

તમને જણાવી દઈએ કે, ગરીબો અને મજૂરોની મદદ માટે ઘણા બોલીવુડ કલાકાર આગળ આવ્યા છે. તેમાંથી અભિનેતા પ્રકાશ રાજે પોતાના ફાર્મમાં મજૂરોને આશ્રય આપ્યો છે. સાઉથના સુપરસ્ટાર્સ આ મહામારી સામેની લડાઈમાં સરકાર અને પીડિતોની સાથે ઉભા છે. બાહુબલી સ્ટાર પ્રભાસે 4 કરોડની મદદની જાહેરાત કરી છે.