કોરોના વાયરસના કારણે ગુજરાતમાં કુલ 45 પોઝિટિસ કેસ સામે આવ્યા છે જ્યારે 3 લોકોનાં મોત નિપજ્યાં છે ત્યારે ગુજરાતના લોકો માટે આશિંક રાહતના સમાચાર આવ્યા છે. મહત્વની વાત છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. ગુરુવારે કરવામાં આવેલા તમામ 11 કેસ નેગેટિવ આવ્યા હતાં.



છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. ટેસ્ટ માટે મોકલવામાં આવેલા 11 લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવતાં લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી આરોગ્ય વિભાગે હાશકારો લીધો હતો. કોરોનાનો ખાત્મો કરવા માટે 21 દિવસ સુધી લોકો ઘરમાં જ રહે તે બહુ જ જરૂરી છે.



શહેરી વિસ્તાર અને ગ્રામિણ વિસ્તારના લોકોનો ઘરમાં રહેવાનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. લોકોએ સતર્કતા રાખતા ગુજરાતમાં કોરોનાની ઓછી અસર વર્તાઈ રહી છે. 20 હજાર 103 લોકો હાલ હોમ ક્વોરન્ટાઈનમાં છે.



ગુજરાતમાં કોરોનાના 45 કેસ સામે આવ્યા હતા જેમાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ ઉપરાંત અમદાવાદમાં 16 કેસ, વડોદરામાં 8 કેસ, સુરતમાં 7 કેસ, રાજકોટમાં 5 અને અન્ય 6 પોઝિટિસ કેસ સામે આવ્યા છે.



કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સૌથી વધારે કેરળમાં છે જ્યાં 137 દર્દી છે. મહારાષ્ટ્રમાં 125, કર્ણાટકમાં 55, તેલંગાણામાં 44, ગુજરાતમાં 43, યૂપીમાં 42, રાજસ્થાનમાં 40, દિલ્હીમાં 36, પંજાબમાં 33, હરિયાણામાં 32, તમિલનાડુમાં 29, મધ્ય પ્રદેશમાં 20 દર્દી છે.