કપિલ શર્મા અચાનક ક્યાં ગાયબ થઈ ગયો? જાણીને લાગી જશે આઘાત
આ અંગે કપિલના સ્પૉક્સપર્સને એક મીડિયાને જણાવ્યું કે, કપિલ પોતાની ગર્લફ્રેન્ડ ગીન્નીને લઇને ફરવા નીકળ્યા છે, પણ હવે રિપોર્ટ્સ આવ્યા છે કે, તે ફરવા નહીં પણ કોઇ રિહૈબમાં પોતાનો ઇલાજ કરાવી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકપિલ દ્વારા આરોપ લગાવ્યા બાદ નીતિએ ટ્વીટર પર પોતાની સ્પષ્ટતા આપતા કપિલની ખરાબ માનસિક હાલત અને તેના નશાની આદતનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદથી કપિલ ના તો સોશ્યલ મીડિયામાં એક્ટિવ દેખાય છે ના કોઇ બીજી જગ્યાએ.
છેલ્લા કેટલાક સમયથી લવ લાઇફ તો ક્યારેક પોતાના એટીટ્યૂડના કારણે અને પછી શૉને બંધ થવાને લઇને કપિલ સતત વિવાદમાં રહ્યો છે. કપિલની માનસિક હાલત અને દારુનો નશામાં ગાળાગાળીની અનેક ઘટનાઓ સામે આવી છે.
તાજેતરમાંજ એક વેબસાઇટના એડિટર વિકી લાલવાનીની સાથે પણ દારુના નશામાં કપિલનો અપશબ્દો વાળી ભાષામાં વાત કરવાનો ઓડિયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ કપિલે વિકી લાલવાની અને પોતાની એક્સ મેનેજર નીતિ અને પ્રીતિ પર આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી.
તેમની ટીમનું કહેવું છે કે, તે રજાઓ માટે બહાર ગયા છે. રિપોર્ટ્સનું માનીએ તો કપિલ મુંબઇથી બહાર કોઇ રિહૈબ સેન્ટરમાં ટ્રીટમેન્ટ કરાવી રહ્યાં છે, જોકે હુજ સુધી આ વાતની કોઇ સત્તાવાર સ્પષ્ટતા નથી કરવામાં આવી.
નવી દિલ્હીઃ કૉમેડીથી લોકોના દિલો પર રાજ કરનાર કપિલ શર્મા પોતાની કેરિયરના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. કથિત રીતે તે ડિપ્રેશનનો શિકાર થઇ ગયો છે. તેને લઇને તમામ પ્રકારની ચર્ચાઓ અને અફવાઓનું બજાર ગરમ છે. છેલ્લા કેટલાક સમયથી કપિલ ગાયબ છે, તેનો કંઇ અતોપતો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -