કેરિયરની શરૂઆતમાં ફિલ્મો માટે થાય છે સેક્સની ડિમાન્ડ, ઇન્ડસ્ટ્રી આવી જ છે, કાસ્ટિંગ કાઉચ પર બોલી 'નાગિન'
અનિતાએ ટીવી ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેને કૃષ્ણા કૉટેજ અને દસ કહાનિયાં જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.
મને લાગે છે કે, સ્થિતિ હવે પહેલા કરતાં વધુ સારી છે કેમકે તમારું કામ હવે વધારે બોલે છે. અમારા સમયમાં આ સારુ હતું. આવું મને લાગે છે. હું ખોટી પણ હોઇ શકું છું.
તેને કહ્યું કે, હા, આવું મારી સાથે પણ થયું છે, પણ મને લાગે છે કે તમારા પરિસ્થિતિ સાથે સારી રીતે નિપટવું જોઇએ, ઇન્ડસ્ટ્રી આવી જ છે.
અનિતાએ કહ્યું કે, જ્યારે તમારા કેરિયરની શરૂઆતમાં જ સફળતા મળી જાય તો આગળનો રસ્તો થોડો આસાન થઇ જાય છે. અનિતાએ આગળ એ પણ કહ્યું કે, આજકાલ કાસ્ટિંગ કાઉચ એક મોટો મુદ્દો બનીને સામે આવ્યો છે. પોતાના જીવનમાં તે પણ આનાથી વંચિત નથી રહી અને તકસાધુઓએ પોતાપોતાની મરજી પ્રમાણે તેનો ઉપયોગ કરવાની કોશિશ કરી છે.
અનિતાનું માનીએ તો તેનો પોતાની કેરિયરની શરૂઆતી દિવસોમાં વધુ સંઘર્ષ નથી કરવો પડ્યો, તેને શ્રેય તેને પ્રૉડ્યૂસર એકતા કપૂરને આપ્યો. તેને કહ્યું કે, એકતા કપૂર મારી મેન્ટર રહી છે અને કેરિયરના શરૂઆતી સમયમાં તેને મને યોગ્ય રસ્તો બતાવ્યો હતો.
મુંબઇઃ 'નાગિન 3' ની નવી નાગિન શગુન એટલે કે અનિતા હસનંદાની ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટી નામ છે, તેને આજકાલ ચાલી રહેલા કાસ્ટિંગ કાઉચ અને #MeToo કેમ્પેઇન પર પોતાનો મત રજૂ કર્યો છે.