કપિલ શર્મા ટીવી પર કરશે વાપસી, પરંતુ ફેન્સ માટે હશે એક સરપ્રાઈઝ
સુનીલ ગ્રોપરની સાથે થયેલ વિવાદ બાદથી જ કપિલ શર્મના ખરાબ દિવસો શરૂ થયા હતા. એક બાજુ ખરાબ ટીઆરપીને કારણે કપિલ શર્માનો શો બંધ થઈ ગયો, તો તેની ફિલ્મ ફિરંગી પણ બોક્સ ઓફિસમાં ફ્લોપ સાબિત થઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે કપિલ શર્માના ફેન્સ માટે ખરાબ સમાચાર એ છે કે સુનીલ ગ્રોવર આ શોનો હિસ્સો નહીં હોય. વિતેલા વર્ષે માર્ચમાં થયેલ ઝઘડા બાદ એવો દાવો કરવામાં આવતો હતો કે નવા શોમાં જૂની ટીમ કપિલ શર્મા સાથે કામ કરતી જોવા મળશે.
એવો દાવો કરવામાં આવે છે કે કપિલ શર્મા અને તેની ટીમ કંઈક એવો શો લઈને આવી રહ્યા છે જે ટીવી પડદા પર અત્યાર સુધી નથી આવ્યો. મીડિયા અહેવાલ અનુસાર કપિલ શર્માનો આ શો આગામી મહિને એચલે કે માર્ચમાં ઓનએર થશે.
નવી દિલ્હીઃ કોમેડિયન કપિલ શર્મા ફરી એક વખત ટીવી પર વાપસી કરવા જઈ રહ્યા છે. તેના ફેન્સ માટે આ એક ખુશખબર છે. પરંતુ આ વખતે કપિલ શર્મા કોમેડી નહિં પરંતુ બિલકુલ નવા અંદાજમાં જોવા મળશે.
સ્પોટબોયના અહેવાલ અનુસાર કપિલ શર્મા નાના પડદા પર એક નવો ગેમ શો લઈને આવી રહ્યા છે. કહેવાય છે કે, આ બિલકુલ નવા પ્રકારનો શો હશે, જેના માટે ક્રિએટિવ ટીમ ખૂબ મહેનત કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -