કપિલ શર્માનો શો માર્ચમાં ફરી શરૂ થશે પણ ચેનલે રાખી છે કઈ આકરી શરત?
મુંબઇઃ ફેમસ કૉમેડિયન કપિલ શર્મા ફરી એકવાર ટીવીના પડદા પર દેખાશે, એટલે કે ફરીથી કપિલ ટીવીમાં ધમાલ મચાવવા આવી રહ્યાં છે અને તેના એપિસૉડનો એક ટિઝર પણ પૉસ્ટ કરવામાં આવ્યું છે, અને શૉનો પ્રૉમો માર્ચમાં ઓન એર કરવામાં આવશે..
ઉલ્લેખનીય છે કે, શૉના નવા ટીઝરમાં કપિલ ક્યારેક ઓટોમાં તો ક્યારેય બસમાં સવાર થયેલો જોવા મળે છે. કપિલના આવા અંદાજને જોઇને એવું લાગે છે કે ફરીથી દર્શકોને પુરજોશમાં મનોરંજન પુરી પાડશે. જોકે હજુ સુધી તેની સ્ટાઇલ અને ફોર્મેટ નક્કી નથી કરવામાં આવ્યું.
સોનીએ કહ્યું કે કપિલનો શૉ સેમ ચેનલ અને સોમવારના દિવસે જ બ્રૉડકાસ્ટ થશે, ચેનલે કપિલને સ્ટ્રીક વૉર્નિંગ આપતા કહ્યું છે કે, ખરાબ અને અશ્લીલ હરકતોનું રિપેશન ચલાલી લેવામાં આવશે નહીં.
ગયુ વર્ષ કપિલ માટે સારું સાબિત ન હોતું થયું, એકબાજુ સુનીલ ગ્રૉવર સાથે થયેલા વિવાદના કારણે મિત્રતા તુટી ગઇ હતી તો વળી બીજીબાજુ બિમારીના કારણે તેમનો શૉ પણ ઓફ એર થઇ ગયો હતો. જેના કારણે મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, કપિલ અને ચેનલ વચ્ચે એક મીટિંગ થઇ હતી. સોની અને કપિલ વચ્ચે થયેલી મીટિંગમાં કહેવાયું હતું કે, કપિલ હવે એકદમ ફિટ છે અને તે એકવાર ફરીથી અનોખા અંદાજમાં કમબેક કરવા તૈયાર છે, દર્શકોને મનોરંજન કરવા કપિલ હવે એકદમ ફિટ છે. શૉનો એક પ્રૉમો પણ શૂટ થયો જે માર્ચના એન્ડમાં લૉન્ચ કરવમાં આવશે.