ઓટો એક્સપો 2018: પિઆજિયોએ લોન્ચ કર્યું 125ccનું સ્કૂટર, આની સાથે થશે મુકાબલો
નવી દિલ્હીઃ ઓટો એક્સપોની શરૂઆત શાનદાર થઈ છે અને અનેક કાર કંપનીઓ દ્વારા તેમના વાહન લોન્ચ અને શોકેસ કરવામાં આવ્યા છે. પિઆજિયો દ્વારા નવું સ્કૂટર અપ્રિલિયા SR 125 લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ પુણેમાં આ સ્કૂટરની એક્સ શો રૂમ કિંમત 63,310 રૂપિયા રાખી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિઆજિયો અપ્રિલિયા SR 125માં કંપનીએ 14 ઇંચ વ્હીલ્સ લગાવ્યા છે અને નવી એક્સટીરિયર કલમ થીમ આપવામાં આવી છે. કંપની આ સ્કૂટરને ભારતના તમામ પિઆજિયો અને અપ્રિલિયા ડીલરશિપ પર ઉપલબ્ધ કરાવી રહી છે.
ભારતમાં પિઆજિયોનું આ પ્રથમ 125cc સ્કૂટર છે. કંપનીએ SR 125ની સ્ટાઇલ અને ડિઝાઇન હાલ વેચાઇ રહેલા SR 150 જેવી જ રાખી છે. આ સ્કૂટરમાં અનેક પાર્ટ્સ પણ SR 150ના લગાવવામાં આવ્યા છે. કંપનીએ SR 125માં વેસ્પા 125વાળું એન્જિન લગાવ્યું છે. આ એન્જિન 10 bhp પાવર અને 10.6 Nm ટોર્ક જનરેટ કરે છે.
ભારતમાં એપ્રિલિયા SR 125નો મુકાબોલ સુઝુકી એક્સેસ, હોન્ડા ગ્રાઝિયા અને તાજેતરમાં લોન્ચ થયેલી ટીવીએસ એનટોર્ક 125 સાથે થશે.
આ સ્કૂટર ઉપરાંત પિઆજિયોએ ઓટો એક્સપો 2018માં એપ્રિલિયા સ્ટોર્મ પણ શોકેસ કરી છે. કંપનીએ આ સ્કૂટર યુવા ચાલકોને ધ્યાનમાં રાખીને સ્પોર્ટી લુકમાં બનાવ્યું છે. કંપની 2018ના અંત સુધીમાં માર્કેટમાં આ સ્કૂટર લોન્ચ કરે તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -