કપિલ શર્માએ કોને કોને ફટકારી 100 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ ? શું કર્યા આક્ષેપ ? શું મૂકી શરત ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે આ વિવાદ ગયા મહિને શરૂ થયો હતો જ્યારે કપિલ શર્માએ લાલવાનીને ફોન કરીને ગાળો આપી હતી. લાલવાનીએ આ કોલનો ઓડિયો વાયરલ કરી દીધો હતો. નોટિસમાં લખવામાં આવ્યું છે કે કપિલ ખોટા અને અપમાનજનક લેખોથી દુખી છે. આ લેખ પ્રશંસકો, ઉદ્યોગ અને દર્શકોની નજરમાં કપિલની છબિ ખરાબ કરવા માટે લાલવાની અને કપિલની પૂર્વ મેનેજર પ્રીતિ સિમોજની મિલિભગતનું પરિણામ છે.
મુંબઇઃ કોમેડિયન કપિલ શર્માએ એન્ટરટેઇમેન્ટ ન્યૂઝ પોર્ટલ ‘સ્પોટબોય’ અને તેના પત્રકાર વિક્કી લાલવાની સામે અપમાનજનક લેખ લખી તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસમાં કપિલ શર્માએ નોટિસ મળ્યાના સાત દિવસની અંદર સાર્વજનિક રીતે કોઇ પણ શરત વિના માફી માંગવાની માંગણી કરી છે.
કપિલના વકીલ તનવીર નિઝામે કાનૂની નોટિસ અપાયાને સમર્થન આપ્યું છે અને કહ્યું હતું કે, વિક્કી લાવવાનીના ‘સ્પોટબોય’ પર લખેલા લેખોમાં જાણીજોઇને મારા ક્લાયન્ટને બદનામ કરવામાં આવ્યા છે. અમે સાત દિવસની અંદર સાર્વજનિક રીતે માફી માંગવાની કાનૂની નોટિસ પાઠવી છે.
કપિલ શર્માએ ‘સ્પોટબોય’ પાસે પોતાના વિરુદ્ધ અપમાનજનક, નિંદાત્મક ન્યૂઝ, નિવેદનો, ઇન્ટરવ્યૂનું પ્રસારણ ન કરવાનો આગ્રહ કર્યો છે. સાથે તેણે પ્રકાશના મીડિયાના તમામ માધ્યમો પર તમામ અપમાનજનક લેખો અને પ્રકાશન સામગ્રીને હટાવવા પણ કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -