આ વર્ષે ધમાકેદાર વાપસી કરશે Kapil Sharma, વજન ઘટાડવા રાખ્યો પર્સનલ ટ્રેઈનર
મીડિયા અહેવાલ અનુસાર, ટીવી પર કમબેક કરતા કૉમેડિયન પોતાનું વજન ઘટાડવા માગે છે. શરીરને શેપમાં લાવવા માટે તે ટ્રેનિંગ શરૂ કરવાનો છે. એક રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી લખવામાં આવ્યું છે કે, ‘કપિલે પોતાની લાઈફને ચાર્જ કરવાનો નિર્ણય લીધો છે. તે માત્ર પોતાની લાઈફસ્ટાઈલ જ નહીં પણ પોતાને ફિટ પણ કરવા માગે છે. તેણે આના માટે એક પર્સનલ ટ્રેઈનર પણ રાખ્યો છે. કપિલ પોતાના નવા શો માટે આઈડિયા અને પ્લાનિંગ કરી રહ્યો છે. બે મહિના બાદ તે ફરી કમબેક કરી શકે છે.’
નવી દિલ્હીઃ ગ્રીસમાં રજા ગાળ્યા બાદ કપિલ શર્મા હવે વાપસીની તૈયારીમાં લાગી ગયો છે. જણાવીએ કે, તે રજા ગાળવા પોતાની ફિયાન્સી ગિન્ની ચતરથની સાથે ગયો હતો અને ફેમિલી ટાઈમ વિથ કપિલ બંધ થયા બાદથી ટીવીથી ગાયબ છે. પરંતુ હવે સાંભળા મળી રહ્યું છે કે, તે આ વર્ષે જ કમબેક કરવાની યોજના બનાવી રહ્યો છે.
જણાવી દઈએ કે, કપિલનો શો ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા’ બંધ થયા બાદથી જ કપિલ વિશે અનેક પ્રકારના ન્યૂઝ આવવાના શરૂ થઈ ગયા હતા. કહેવાતું હતું કે, કપિલ ડિપ્રેશનમાં છે. ત્યારબાદ તેણે પત્રકારો સાથે ગાળાગાળી કરી હોવાનું સામે આવ્યું. કપિલ અને પત્રકાર વચ્ચેની વાતચીતનો ઑડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.