ધ કપિલ શર્મા શો દરમિયાન તેના ફેને ઉભા થઇને તુરંત જણાવ્યું કે તેનું નામ આકાશ છે, તો કપિલે હાસ્યાસ્પદ રીતે કહ્યું કે મે પુછ્યું ? બાદમાં બધા હસવા લાગે છે. બાદમાં આકાશે કહ્યું કે તેઓ ગુજરાતના સુરતમાંથી આવે છે. આકાશ સ્ટેન્ડ અપ કોમેડિયન છે અને તેઓ કપિલ શર્માને પોતાના ગુરુ માને છે. જુઓ વીડિયો.....
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કપિલને જોઇને આકાશે શાયરી પણ કહી, ત્યારબાદ આકાશે કહ્યું કે કપિલ શર્માના નામને તેઓએ આજીવન તેના જીવન સાથે જોડી લીધું છે. કપિલે પુછ્યે કેવી રીતે તો જવાબમાં આકાશે તેના હાથ પર દોરેલું પર્મનન્ટ ટેટુ દેખાડ્યું જેમાં કપિલ શર્મા લખ્યું હતું. આ જોઇને કપિલ શર્મા ભાવુક થઇ ગયો અને આકાશનો આભાર માન્યો હતો.