કરણ જોહરની સાથે તસવીરમાં કોણ છે આ યુવતી? એક્ટ્રેસ વિશે જાણીને તમે પણ ચોંકી જશો
નોંધનીય છે કે સોનાક્ષી સિંહા સલમાન ખાનની દબંગ ટૂર પર છે. આ ટૂર પર તેની સાથે કેટરિના કૈફ અને જેકલીન પણ છે. સોનાક્ષી ટૂંક સમયમાં જ ‘કલંક’નું શૂટિંગ પણ શરુ કરશે. જેમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, સંજય દત્ત અને માધુરી દીક્ષિત પણ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોટો પર કમેન્ટ કરતા સોનાક્ષીએ લખ્યું હતું કે, ’હું આ દિવસ કઈ રીતે ભૂલી શકું છું. આ ઈવેન્ટમાં મેં મારા જીવનનો સૌથી પહેલો એવોર્ડ આપ્યો હતો. આ ફોટો ગોલ્ડ છે.’ આ જ તસવીર પર અભિષેક બચ્ચન પણ હસવું રોકી શક્યો નહોતો. તેણે ‘હા હા હા’ એવી કમેન્ટ કરી હતી.
કરણ જોહરે આ ફોટો શૅર કરતાં જાડિયાપણાની મજાક પણ ઉડાવી હતી. તેણે લખ્યું કે, ’મારે અભિષેક બચ્ચનનો આભાર માનવો જોઈએ કે તેણે મારી સાથે આ તસવીર શૅર કરી. સોનાક્ષી શું તને આ યાદ છે? મેં એવોર્ડ જીત્યો હતો પરંતુ મને એવું લાગી રહ્યું છે કે જાણે હું સમગ્ર સેરેમની ખાઈ ગયો હોઉં.’
નવી દિલ્હીઃ ફિલ્મમેકર કરણ જોહરે શનિવારે સોશિયલ મીડિયા પર બે દાયકા જૂની એક તસવીર શેર કરી. આ તસવીરમાં ચાર વ્યક્તિ જોવા મળી રહી છે. તેમાં એક યુવતી છે, જેને ઓળખવી મુશ્કેલ થઈ રહી છે. આ તસવીર એક એવોર્ડ સમારોહની છે, અને તસવીરમાં જે યુવતી ઉભી છે તે સોનાક્ષી સિન્હા છે. સાથે જ ફિલ્મ નિર્માતા સુભાષ ધઈ અને એક્ટર શત્રુઘ્ન સિન્હા પણ જોવા મળી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -