મુંબઈ: દિવાળી પર રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ ને લઈને કરન જોહરે ખૂબ જ મોટું પ્લાનિંગ કર્યું હતું, પરંતું ફિલ્મના રિલીઝના પહેલા ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારોના બેન કરવાના મુદ્દે ફસાઈ ગઈ છે.
આ ફિલ્મમાં પાકિસ્તાનના પોપ્યૂલર એક્ટર ફવાદ ખાન છે. જેના કારણે દેશમાં એ દિલ હે મુશ્કિલ ને રોકવાની માંગ થઈ રહી છે. ફિલ્મને રિલીઝ કરવાને લઈને કરન જોહર મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓની પણ મુલાકાત કરી ચુક્યા છે, ત્યારબાદ કરન જોહર દ્વારા એક વીડિયે દ્વારા આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે.
આ વીડિયોમાં કરન જોહરે કહ્યું છે કે જે પણ દેશની હાલત છે, જેનું મને ખૂબ જ દુખ છે. કેટલાક લોકો મારી દેશ ભક્તિ પર સવાલો ઉઠાવે છે, પરંતુ હું કહેવા માંગુ છુ કે મારો દેશ પહેલા છે. હું દેશ માટે જ છેલ્લા બે સપ્તાહથી ચૂપ હતો.
દેશ પ્રેમ જગાવવાનો સારો માર્ગ મને પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપવો લાગે છે. આ હુ મારા કામ માધ્યમથી તેને પૂર્ણ કરવાની કોશિશ કરૂ છું. ‘એ દિલ હે મુશ્કિલ’ મે ગયા વર્ષે સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં શૂટ કરી હતી, ત્યારે માહોલ એકદમ અલગ હતો.
આપણી સરકાર પણ પાડોશી દેશ સાથે શાંતિ કાયમ કરવાનો પ્રયાસ કરી રહી હતી. મે ત્યારે પણ સરકારે જે પગલા લીધા તેનો સાથ આપ્યો હતો અને આજે પણ દેશની સુરક્ષા માટે જે પગલા લેવામાં આવે છે, હુ તેનું સમ્માન કરુ છું.