રાજકોટ: રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલૅ બીએસસી સેમેસ્ટર 5 મા કેમૅસ્ટ્રી વિષય નુ પ્રશ્નપત્ર પરિક્ષા ના સમય પહેલા જ લીક થઈ ગયુ હતું, ત્યારબાદ તુરંત જ યુનિવર્સિટીના સતાધીશો દ્વારા પરિક્ષા રદ કરવામા આવી હતી અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ શરુ કરતા યુનિવર્સિટી ના જ પરિક્ષા વિભાગમા કામ કરતા બે કર્મચારી ભટ્ટી જયદિપસિંહ ,  જયપાલસિંહ બારડ સહિત ભુમીન અને રાહુલ નામના બે વિધ્યાર્થીઓએ મળી આ પેપર લીક કર્યા હોવાનુ સામે આવ્યુ હતું. પોલીસે આ ચારેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરતા આરોપીઓ દ્વારા કેમેસ્ટ્રી 1 અને 2 નુ પણ પેપર લીક કરવામા આવ્યુ હતું.  આરોપીઓએ પણ કબુલાત આપી હતી કે તેઓએ રૂપિયા લઈ  પેપર લીક કર્યુ હતુ. જ્યારે પોલીસ તપાસ મા અગાઉના અન્ય બે પેપર પણ લીક થયા હોવાનુ સામે આવતા તે બન્ને પરિક્ષા પણ ફરીથી લેવામા આવે તેવી શક્યતાઑ સેવાઇ રહિ છે.