મીડિયા રિપોર્ટ મુજબ પૂજાએ કહ્યું કે,‘ જે કરણને હું જાણું છું તેઓ સૌથી સારા વ્યક્તિ છે અને તેઓ ખૂબજ દયાળુ શખ્સ છે. તેથી આરોપ લગાવતી મહિલાથી સવાલ કરવા જોઈએ. કારણ કે તેના તથ્ય અને નિવદેન અસ્પષ્ટ છે.’
પૂજાએ વધુમાં કહ્યું કે, ‘કેટલીક મહિલાઓ તેમના અધિકારોનો ખોટી રીતે ઉપયોગ કરે છે અને ખોટા આરોપ લગાવે છે. તો તેમને સજા આપવા માટે શું કરવું જોઈએ?’ તમને જણાવી દઈએ કે પૂજા પહેલી મહિલા એક્ટ્રેસ છે જે કરણને જાહેરમાં સપોર્ટ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ રવિવારે મોડી રાત્રે પીડિતાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કરણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IPCની કલમ 376(દુષ્કર્મ) અને 384(બ્લેકમેલિંગ) હેઠળ કરણ સામે કેસ નોંધ્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો કે કરણે પહેલા તેની સાથે લગ્નનો ખોટો વાયદો કર્યો અને પછી શારીરિક સંબંધ બનાવ્યા અને ઘટનાનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી.