મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કરિના કપૂરે પોતાના ક્રશને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. આજકાલ ફિલ્મની સાથે રિયાલિટી શૉમાં પણ કરીના હાજરી આપી રહી છે. રિયાલિટી શૉ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ 7'માં હાજરી આપવા આવેલી કરિના કપૂરે પોતાના ક્રશ તરીકે એક્ટર રાહુલ રૉયને ગણાવ્યો હતો.

ખરેખર, શૉના એન્કર કરણ વાહીએ જ્યારે કરીના કપૂરને સવાલ કર્યો કે, તમારો ફર્સ્ટ ક્રશ કોણ હતું, એક્ટ્રેસે સવાલનો જવાબ આપતા કહ્યું કે, તે 90ના દાયકાનો સુપર હીટ હીરો રાહુલ રૉયને ખુબ પસંદ કરતી હતી. કરીના વધુમાં કહ્યુ કે તેને રાહુલ રૉયની સુપર હિટ ફિલ્મ 'આશિકી' આઠ વખત જોઇ હતી.



ખાસ વાત છે કે, એક્ટર રાહુલ રૉયે પોતાની ડેબ્યૂ ફિલ્મ આશિકીમાં જ ધમાલ મચાવી દીધી હતી. લાખો લોકોના દિલ જીતી લીધા હતા. તે સમયે રાહુલ રૉય મોટા ભાગની છોકરીઓનો ક્રશ બની ગયો હતો.



નોંધનીય છે કે, કરિના કપૂરે એક્ટર સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા છે, અને તેમને એક પુત્ર તૈમુર પણ છે.