મુંબઈ: બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનનો આજે એટલે કે 21 સપ્ટેમ્બરે બર્થ-ડે છે. બેબો મુંબઈમાં જ ફેમિલી સાથે ધામધૂમથી બર્થ-ડે ઉજવે છે પરંતુ આ વખતે પોતાનો 39મો બર્થ-ડે સેલિબ્રેટ કરવા પટૌડી પેલેસ પહોંચી છે. કરીનાના બર્થ-ડે સેલિબ્રેશન માટે તેનો પરિવાર પણ પટૌડી પેલેસ પહોંચ્યો હતો.

બર્થ-ડે સેલિબ્રેટ કરતી કરીનાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરોમાં કરીના સાથે સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર પણ જોવા મળ્યા હતાં. કરિશ્મા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરીનાના બર્થ-ડે સેલિબ્રેશનના વીડિયો અને તસવીરો શેર કરી છે.

કરિશ્માએ વીડિયો શેર કરીને લખ્યું હતું કે, હેપ્પી બર્થ-ડે માય ડાર્લિંગ બેબો. કરિશ્માએ આ વીડિયોમાં સિંગર-એક્ટર દિલજીત દોસાંજને ટેગ કર્યો છે. જેથી દિલજીત પણ આ બર્થ-ડે સેલિબ્રેશનમાં હાજર હતો તેમ કહી શકાય.

કરિશ્માએ શેર કરેલા વીડિયોમાં જોઈ શકો છો કે, કરીના 39માં બર્થ-ડેની કેક કાપતી જોવા મળે છે અને તેની પાછળ પતિ સૈફ ઊભો હતો. બર્થ-ડે સેલિબ્રેશન દરમિયાન કરીનાએ વ્હાઈટ કુર્તો અને પાયજામો પહેર્યો હતો. સૈફે પણ પત્ની સાથે ટ્વિન કરીને સફેદ કુર્તો-પાયજામો પહેર્યો હતો.


બીજી એક તસવીરમાં સૈફ અને કરીના એકબીજાને કિસ કરતા જોવા મળ્યાં હતાં. આ તસવીર પણ કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થતાં ચાહકો બેબો પર શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ તૈમૂર વિશે પૂછી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, કરીનના બર્થ ડે સેલિબ્રેશન માટે સૈફ અલી ખાન પરિવાર સાથે ગુરુવારે જ પટૌડી પેલેસ પહોંચી ગયો હતો. જ્યાં એડ્રેસ ભૂલી જતાં સૈફ નીચે ઉતર્યો તો લોકોએ તેની સાથે સેલ્ફી લીધી હતી જ્યારે કરીના કારમાં બેઠી હતી.