ભોપાલથી લોકસભા ચૂંટણી લડવાની ચર્ચાઓ વચ્ચે કરીના કપૂરે શું આપ્યું નિવેદન, જાણો વિગત
ભોપાલના કેટલાક સ્થાનિક નેતા બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કરિનાને ભોપાલના સાંસદ તરીકે જોવા માગે છે. આ નેતાઓએ કરિનાને ભોપાલથી ટિકિટ આપવાની માગ હાઇકમાન્ડ સુધી પહોંચાડી દીધી છે. આની પાછળ તેમનો તર્ક એવો છે કે, ભોપાલની સીટ ભાજપ પાસેથી છીનવી હોય તો કોઇ આવો જ ચહેરો કોંગ્રેસ તરફથી મેદાને ઉતારવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હાલમાં મધ્ય પ્રદેશની રાજનીતિમાં ધૂમ મચાવી રહી છે. કરીનાનું ગ્લેમર અને ભોપાલ સાથે જોડાણને ધ્યાનમાં રાખતા ભોપાલના કોંગ્રેસના કોર્પોરેટરોએ કરીના કપૂર ખાનને ભોપાલથી લોકસભા ચૂંટણી લડાવવની માગ કરી છે. કરિના કપૂરના સસરા મન્સૂર અલી ખાન પટૌડી ભોપાલથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. જોકે, તેઓ હારી ગયા હતા.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ફિલ્મોની સાથે રાજકારણમાં પણ ઝંપલાવશે. આ પ્રકારના રિપોર્ટ્સ ચર્ચામાં છે. હાલમાં જ કૉંગ્રેસના કેટલાક કોર્પોરેટરોએ ભોપાલ લોકસભા બેઠક જીતવા માટે કરીનાના ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ આ મામલે કરીના કપૂર ખાનનું નિવેદન સામે આવ્યું છે. કરિના કપૂરે કહ્યું, તેનું તમામ ધ્યાન ફિલ્મો પર છે, રાજકારણ પર નહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -