મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ રિયાલિટી શૉ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ 7'માં જજ તરીકે દેખાઇ રહી છે, તાજેતરમાંજ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'ના સેટ પર ક્રિકેટના દિગ્ગજ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન કપિલે શૉની આખી ટીમ સાથે મસ્તી કરી હતી.

'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' શૉનો એક સુંદર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કરીના કપૂર ખાન સાથે કપિલ દેવ ક્રિકેટ રમી રહ્યો છે. કરીના બૉલિંગ કરી રહી છે અને કપિલ દેવ ફટકાબાજી કરી રહ્યો છે. જુઓ વીડિયો...