બીજેપીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાતે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. 67 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના બુધવારે રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની દીકરી બાંસુરીએ અંતિમ સંસ્કારની તમામ વિધી કરી હતી. જે બાદ દિલ્હીના લોધી રોડ સ્થિત ઈલેક્ટ્રિક સ્મશાનગહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી બાંસુરી દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કારમાં તેના પતિ સ્વરાજ કૌશલ પણ હાજર હતા. બાંસુરી સુષ્માની એક માત્ર દીકરી છે અને તેણે જ અંતિમ સંસ્કારની તમામ વિધિ પૂરી કરી હતી.
અંતિમ યાત્રામાં પણ મોટો સંદેશ આપતા ગયા સુષ્મા સ્વરાજ, જાણો વિગત
PM મોદી આજે દેશને સંબોધન કરશે કે નહીં તે અંગે કેમ સર્જાયું સસ્પેન્સ? જાણો શું છે કારણ
યુવરાજ સિંહ સાથે ચીટિંગ! ગ્લોબલ ટી20 કેનેડા લીગમાં રમવાના હજુ સુધી નથી મળ્યા રૂપિયા, જાણો વિગતે