મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હાલ ચર્ચામાં છે. કરીના ટીવી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સને જજ કરી રહી છે. જોકે આ શોના સેટથી બેબોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કરીના સાથે શોના જજ તરીકે રેપર રફ્તાર અને કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ પણ છે.



આ તસવીરોમાં કરીના ખૂબજ સુંદર અને ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી રહી છે. તસવીરોમાં કરીના બ્લેક-ગ્રીન ડ્રેસમાં સિઝલિંગ અંદાજમાં નજર આવી રહી છે.



વાયરલ તસવીરોમાં કરીના ડાર્ક બ્લૂ કલરની ઓફ શોલ્ડર ડ્રેસમાં સ્ટનિંગ નજર આવી રહી છે.


મીડિયા રિપોર્ટ પ્રમાણ કરીનાએ એક એપિસોડના 2.5-3 કરોડ રૂપિયાની માંગ કરી હતી, આ શો 3 મહિના સુધી ચાલશે. જેમાં લગભગ 25-28 એપિસોડ છે.