નવી દિલ્હી: બોલિવૂડમાં ચોકલેટી ઈમેજ બનાવી ચૂકેલા એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ કિયારા અડવાણીએ પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું છે. બન્ને ફિલ્મ ‘ભુલભુલૈયા-2’માં સાથે નજર આવશે. આ ફિલ્મ 2007માં આવેલી અક્ષય કુમારની ફિલ્મ ‘ભુલભુલૈયા’ની રિમેક છે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના જયપુરમાં શરૂ થઈ ગયું છે. ત્યારે ફિલ્મના શેટ પરથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કિયારા અને કાર્તિક રોમાન્સ કરી રહ્યાં છે.



આ વીડિયોને કાર્તિકના ચાહકે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો મુજબ, કોઈ રોમેન્ટિક સોન્ગનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં કાર્તિક અને કિયારા રોમાન્સ કરતા નજર આવી રહ્યાં છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


કિયારા આ પહેલા ફિલ્મ ‘કબીર સિંહ’ અને 'ગુડ ન્યૂઝ'માં નજર આવી હતી. જેમાં તેની એક્ટિંગને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારે હવે ‘ભુલભુલૈયા-2’થી કિયારા એક અલગ જ લવ કેમેસ્ટ્રી સાથે જોવા મળશે. ‘ભુલભુલૈયા-2’નું નિર્દેશન અનીસ બાજમી દ્વારા કરવામાં આવી રહ્યું છે.