અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે અમે તાલિબાન પર નજીકથી નજર રાખીશું છું કે, તે પોતાની વાત પર કાયમ રહે છે કે નહીં. આ આ સુનિશ્ચિત કરીશું કે તાલિબાન આંતરરાષ્ટ્રીય આતંકવાદનું ઠેકાણું નામ બને.
કતારમાં ભારતના દૂત પી કુમારને ભારત તરફથી યૂએસ-તાલિબાન શાંતિ કરાર પર સહી કરી હતી. આ પહેલી ઘટના છે કે જ્યારે ભારત તાલિબાન સાથે જોડાયેલા કોઈ મામલામાં સત્તાવાર રીતે સામેલ થયું હતું.
અમેરિકા અને તાલિબાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થવાના એક દિવસ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શુક્રવારે કાબુલની યાત્રા કરી હતી અને શાંતિપૂર્ણ તથા સ્થિર અફઘાનિસ્તાન માટે ભારત તરફથી જાહેર સમર્થન વ્યક્ત કર્યું. તેમણે રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત કરી અને તેમને પીએમ મોદીનો પત્ર સોંપ્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પોતાના ટ્વીટમાં કહ્યું કે અફઘાનિસ્તાનની રાષ્ટ્રી એક્તા, ક્ષેત્રીય અખંડતા, લોકતંત્ર અને તેની સમૃદ્ધિ તથા આતંકવાદના ખાતમા માટે ભારત તેની સાથે છે.