મુંબઈઃ એકતા કપૂરના પ્રખ્યાત ટેલિવિઝન સીરિલ કસોટી જીંદગીની બીજી સીઝન પણ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ શોના સેટ પરથી પણ સ્ટાર્સની સતત રસપ્રદ તસવીરો અને વીડિયો સામે આવતા રહે છે. ત્યારે હવે ફરી એક વખત શોના સેટ પરથી સીરિયલનો લીડ રોલ કરનારી એરિકા ફર્નાડિસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ અભિનેત્રીનો બિહાઇન્ડ ધ સીન વીડિયો છે. આ વીડિયો એરિકાએ પોતેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ પહેલા પણ એરિકાએ એક વિડીયો શૅર કર્યો છે. જેમાં તે ઘાઘરા-ચોળીમાં પ્રેગ્નન્ટ મહિલાના રોલમાં જોવા મળે છે. આ વિડીયોમાં તે ‘બીજલી ગિરાને મૈં હું આઈ, કહતે હૈ મુજકો…હવા હવાઈ.. ‘ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.


એ પછી તેણે જે વિડીયો શૅર કર્યો છે. તે આ જ શૂટિંગની તૈયારીનો છે. જેમાં તે ચોળીમાં જોવા મળે છે. ત્યારે જ ડિરેક્ટર કહે છે કે આ શું છે? ઘાઘરો તો પહેરી લો. હવે તે નીચે જુએ છે તો શરમાઈ જાય છે. પછી સ્પોટબોય તેના માટે ઘાઘરો લઈને આવે છે. જેથી દરેક લોકો જોરજોરથી હસે છે.


આ વીડિયો શેર કરતા અભિનેત્રીએ લખ્યું – આ વખતે નિર્દેશકનું નિર્દેશ. આ વીડિયો ફેન્સ અલગ-અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર અભિનેત્રી એરિકા ફર્નાડિસને ફની વાતો કહી રહ્યા છે. તો ઘણા ફેન્સે તો લખ્યું હુ હસતા હસતા મરી જઇશ. જ્યારે અભિનેત્રીના પોસ્ટ પર ટીવી અભિનેતા અભિષેક કપૂરે કોમેન્ટ કરી છે.