કસૌટી જિંદગી-2માં કોમોલિકાનું પાત્ર ભજવતી એક્ટ્રેસ આમના શરીફ થઈ ઈજાગ્રસ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2019 09:07 PM (IST)
ટીવી સિરિયલ કસૌટી જિંદગી-2માં કોમોલિકાની ભૂમિકામા જોવા મળતી અભિનેત્રી આમના શરીફ ઈજાગ્રસ્ત થઈ છે.
મુંબઈ: ટીવી સિરિયલ કસૌટી જિંદગી-2માં કોમોલિકાની ભૂમિકામા જોવા મળતી અભિનેત્રી આમના શરીફ ઈજાગ્રસ્ત થઈ છે. ટીવી એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી તેની જાણકારી આપી હતી. આમનાએ એક વિડિયો શેર કર્યો છે જેમાં તે વ્હિલચેર પર બેસેલી જોવા મળી રહી છે. ટીવી એક્ટ્રેસે આમનાએ વિડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે મને લાગે છે કે આને કહી શકાય કે ધ શો મસ્ટ ગો ઓન. હું ખૂબજ ખરાબ રીતે પડી છું જેના કારણે મારા ઘૂટણમાં ઈજા પહોંચી છે. પરંતુ મારી પ્રેમાળ ટીમનાં કારણે ચેહરા પર સ્માઈલ આવી ગઈ છે. ઓલ્ટ બાલાજી મારા ઘરની રીતે છે. કસૌટી જિંદગીની સમગ્ર ટીમ મારા માટે સૌથી સરસ છે. આમનાની કમોલિકાની એક્ટિંગથી એકતા કપૂર ખૂબ જ પ્રભાવિત છે. એક ન્યૂઝ વેબ સાઈટ સાથેની વાતચીતમાં એકતા કપૂરે કહ્યું કમોલિકાની ભૂમિકામાં આમના શરીફ એકદમ સારી રીતે બેસી ગઈ છે. એક નેગેટિવ ભૂમિકા નિભાવવી સરળ નથી. (તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ)