Katrina Kaif And AkshaKumar KBC 13: અમિતાભ બચ્ચનના લોકપ્રિય કોન બનેગા કરોડપતિનો શાનદાર એપિસોડ શુક્રવારે રજૂ થવા થઇ રહ્યો છે. આ એપિસોડમાં ગેસ્ટની સીટ પર અક્ષય કુમાર અને કેટરીના કૈફ જોવા મળશે. આ બંને તેમની ફિલ્મ સૂર્યવંશીનું પ્રમોશન કરતા જોવા મળશે. કેબીસીના મુશ્કેલ સવાલનો સામનો કરશે. શો દરમિયાન બંને ખૂબ જ મસ્તી કરતા જોવા મળશે. શો દરમિયાન કેબીસીમાં કેટરીનાએ કહ્યું કે, તે તેમના શોમાં આવતા પહેલા તૈયારીના ભાગરૂપે કેટલા પુસ્તક વાંચી ચૂકી છે. લાઇફ લાઇનને લઇને પણ કેટરીનાએ એવો સવાલ કરી દીધો કે બિગ બી દંગ રહી ગયા.
અમિતાભને પૂછ્યો આ સવાલ કર્યો
કેટરિનાને બિગ બીએ સવાલ કર્યો કે, આ ખેલમાં ભાગ લેવા માટે કેવી તૈયારી કરી છે. તેના જવાબમાં કેટરીનાએ કહ્યું કે, તેમને ગૂગલ સર્ચ કર્યું અને હિસ્ટ્રી અને જ્યોગ્રાફી પણ વાંચી. આ જ સવાલ તેમણે અક્ષય કુમારને પણ કર્યો હતો. અક્ષય કુમારે સવાલના જવાબ આપતાં કહ્યું કે, સર મને જે આવડે છે તેનો જવાબ આપીશ તો કેટરીના આ બધા જ વચ્ચે એક ચોંકાવનારો સવાલ કરી દીધો. જેમાં તેમણે બિગ બીને પૂછ્યું કે, “શું દરેક સવાલ પર અને લાઇફલાઇનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સવાલ સાંભળતાં જ દર્શકો અને બિગ બી દંગ રહી ગયા. અક્ષય કુમારે હસતાં-હસતાં કહ્યું કે, ‘ સર આટલા કન્ટેસ્ટન્ટ આવ્યા અને ગયા પરંતુ આવો સવાલ અત્યાર સુધી આપને કોઇએ નહીં કર્યો હોય.
કેબીસીનો આ એપિસોડ ખૂબ જ રસપ્રદ છે. આ પહેલા એક પ્રોમો બતાવવામાં આવ્યો હતો. કેવી રીતે કેટરીના કેફ બિગ બીના હિટ ડાયલોગ્સને બોલે છે. અમિતાભ તેમની સાથે ટિપ ટિપ બરસા પાની સોન્ગ પર નાચવાની કોશિશ કરે છે.
કેબીસીમાં શોમાં તેમની અપકમિંગ ફિલ્મનું બંનેએ પ્રમોશન પણ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, કેટરીના કેફ અને અક્ષય કુમારની ફિલ્મ 5 નવેમ્બરે રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણ, રણવીર સિહ ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે.