મુંબઇઃ બૉલીવુડના સ્ટાર કપલમાના એક વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની વાતો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ આજથી બન્ને પતિ-પત્ની બની જશે, રિપોર્ટ છે કે, બન્ને આજે રજિસ્ટર વેડિંગ કરવાના છે, અને બાદમાં બન્ને રાજસ્થાનમાં જઇને હિન્દુ વિધિ અને રીતરિવાજ પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાઇને એકબીજાના થઇ જશે. એટલે કે વિકી અને કેટરીનાના આજે એટલે કે 3 ડિસેમ્બરના રોજ કોર્ટ મેરેજ કરવાના છે. ત્યારબાદ બંને 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં હિંદુ વિધિથી લગ્ન કરશે.


બન્ને પહેલા કરશે કોર્ટ મેરેજ-
લગ્નની વાતો વચ્ચે રિપોર્ટ છે કે, આજે એટલે કે 3જી ડિસેમ્બરે સ્ટાર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ રજિસ્ટર વેડિંગ કરવાના છે. ખાસ વાત છે કે આ સમય દરમિયાન માત્ર નજીકના મિત્રો જ તેમની સાથે હાજર રહેશે. 


વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને લઇને માહિતી છે કે, આ શાહી લગ્ન સવાઈ માધોપુરની સિક્સ સેન્સ ફોર્ડ બરવાડામાં યોજાશે. કેટ-વિક્કી 5 ડિસેમ્બરે જયપુર રવાના થશે. જયપુરથી બંને હેલિકોપ્ટરમાં સવાઈ માધોપુર જશે, બંનેએ મીડિયાથી દૂર રહેવા માટે ચોપરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.


કેટરીના-વિક્કીના લગ્નમાં મહેમાનો પાસે કરાવાશે આ ખાસ કામ, સિક્રેટ કૉડથી મળશે દરેકને એન્ટ્રી, વેડિંગ ફન્કશનની ડિટેલ લીક.........


Katrina-Vicky Wedding: બૉલીવુડમાં લગ્નની સિઝન પુરજોશમાં ચાલી રહી છે, આ વર્ષની સૌથી મોટી રૉયલ વેડિંગ વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif)ના લગ્ન તરીકે થવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બન્ને 9 ડિસેમ્બરને સવાઇ માધોપુર, રાજસ્થાનના લગ્ઝરી રિસોર્ટમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. ત્રણ દિવસના લગ્નનામાં તમામ રીત રિવાજો ચૌથના બરવાડામાં થશે જે સવાઇ માધોપુર શહેરથી 35 કિલોમીટર દુર છે. ચૌથના બરવાડા સદીઓ જુના ચૌથ માતાના મંદિર માટે જાણીતુ છે, જે હિલટૉપ પર આવેલુ છે. 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નના ફન્કશનની શરૂઆત 7 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. વિક્કી -કેટરીના 6 ડિસેમ્બરે વેડિંગ વેન્યૂ પર પહોંચી જશે. 7 ડિસેમ્બરે સંગીતનુ ફન્ક્શન થશે. આ સંગીત ફન્કશનમાં કરણ જોહર, વરુણ ધવન-નતાશા દલાલ, સિદ્વાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, કબીર ખાન-મિની માથુરના પરફોર્મન્સ કરવાવી ખબર સામે આવી છે. રિપોર્ટ એવા પણ છે કે મુંબઇનુ એક ડાન્સ ટ્રૂપ વેડિંગ વેન્યૂ પર પહોંચી ચૂક્યુ છે, અને તે કેટરિનાના પૉપ્યૂલર ડાન્સિંગ નંબર્સ પર પરફોર્ન્સ કરવાનુ રિહર્સલમાં જોડાઇ ગયુ છે.  


રિપોર્ટ્સ અનુસાર, 7 એ સંગીત બાદ 8 એ મહેંદીનુ ફન્કશન યોજાશે. જેમાં કેટરીનાના હાથોમાં સોજતની પ્રસિદ્ધ મહેંદી લાગશે, જેની કિંમત 1 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. 9 ડિસેમ્બરે વિક્કી -કેટરીના સાત ફેરા લેશે અને 10 ડિસેમ્બરે રિસેપ્શન આપવામાં આવશે. લગ્નમાં પહોંચનારા તમામ મહેમાનોને સિક્રેટ કૉડથી વેન્યૂ પર એન્ટ્રી આપવામાં આવશે. તેમને મોબાઇલ ફોન કેરી નહીં કરવા દેવામાં આવે, જેથી લગ્નની તસવીરો અને વીડિયો લીક ના થાય. આ માટે તમામ મહેમાનો પાસેથી NDA (નૉન ડિસ્ક્લૉઝર એગ્રીમેન્ટ) સાઇન કરાવવામાં આવશે.