મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કૈટરીના કૈફ હાલમાં એક વિવાદમાં ઘેરાઇ ગઇ છે, આ વિવાદ બે એક્ટ્રેસ વચ્ચેનો છે. વાત એમ છે કે, કૈટરીનાએ થોડાક દિવસ પહેલા એક્ટ્રેસ જ્હાન્વી કપૂરના જીમના શોર્ટ ડ્રેસ પર કૉમેન્ટ કરી હતી. જેને લઇને સોનમ કપૂર, જ્હાન્વી કપૂર અને કૈટરીના વચ્ચે કૉન્ટ્રોવર્સી ઉભી થઇ હતી.

થોડાક દિવસ પહેલા કૈટરીના કૈફ નેહા ધૂપિયાના ચેટ શૉમાં પહોંચી હતી. અહીં જ્યારે તેને સવાલ પુછવામાં આવ્યો કે કોઇ એક એક્ટ્રેસનુ નામ જણાવો, જેનો લૂક તે 'ઓટીટી' ગણતી હોય. બસ, આ સવાલના જવાબમાં કૈટરીનાએ જ્હાન્વી કપૂરને લઇ લીધી હતી.



કૈટરીનાએ જ્હાન્વી કપૂર વિશે કહ્યું કે, જ્હાન્વી જીમમાં બહુજ ટુંકા કપડાં પહેરીને જાય છે, અને હંમેશા મને તેની ચિંતા રહ્યાં કરે છે. ઉલ્લેખનીય છે કે જ્હાન્વી કપૂર મોટાભાગે જીમમાં મિની શોર્ટ્સ જ પહેરીની એક્સરસાઇઝ કરવા જતી હોય છે.



ટુંકા કપડા પર વિવાદ વધતા જ્હાન્વી કપૂરની બહેન સોનમ કપૂરે કૈટરીના ખખડાવી નાંખી હતી, સોનમે જ્હાન્વી કપૂરની એક તસવીર પૉસ્ટ કરીને કહ્યું કે તે હંમેશા આવા જ કપડાં પહેરે છે, અને એકદમ સુંદર લાગે છે. જોકે, બાદમાં કૈટરીના અને જ્હાન્વી કપૂર-સોનમ વચ્ચે વિવાદ શાંત પડી ગયો હતો.