નવી દિલ્હીઃ શ્રીલંકાના સ્પિન બૉલર અકિલા ધનંજયે પર ગુરુવારે આંતરારાષ્ટ્રીય સ્તર પર બૉલિંગ કરવા માટે એક વર્ષોનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આઇસીસીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, અકિલા ધનંજયની બૉલિંગ એક્શનની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 14થી 18 ઓગસ્ટની વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં અધિકારીઓ અકિલા ધનંજયની બૉલિંગ એક્શનને શંકાસ્પદ ગણાવી હતી. 29 ઓગસ્ટે ચેન્નાઇમાં તેની એક્શનની તપાસ થઇ જેમાં તેની બૉલિંગ એક્શન ખોટી નીકળી હતી.



ખાસ વાત એ છે કે આ અગાઉ ડિસેમ્બર-2018માં પણ બેન કરવામાં આવ્યો હતો, પણ બૉલિંગ એક્શનમાં સુધારો કર્યા બાદ તેને ફરીથી ફેબ્રુઆરી 2019માં બૉલિંગ કરવાની અનુમતિ આપવામાં આવી દેવાઇ હતી. હવે તે ફરી એકવાર શંકાસ્પદ બૉલિંગ એક્શનમાં ફસાયો છે.



ઉલ્લેખનીય છે કે, હવે અકિલા ધનંજય પર બૉલિંગ કરવા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે, આ સમયગાળો પુરો થયા પછી અકિલા ધનંજય આઇસીસીમાં એક્શન તપાસની અપીલ કરી શકશે.