શાહરૂખ ખાન સાથે કિસિંગ સીન પર આ એક્ટ્રેસે તોડ્યું મૌન, કહ્યું- નસીબદાર એ છે, હું નહીં
મુંબઈઃ ફિલ્મ ઝીરોના બીજા ગીત ‘હુસ્ન પરચમ’ના પ્રમોશન દરમિયાન મુંબઈ આવેલ કેટરીના કૈફે શાહરૂખ ખાનને લઈને મોટી વાત કહી છે. કેટરીનાના નિવેદન બાદ ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતા. કેટરીનાએ કહ્યું કે, મેં શાહરૂખને ‘કિસ’ કરી એ તેના માટે સૌભાગ્યની વાત છે. કોણ કહે છે કે હું મારી જાતને ભાગ્યશાળી સમજી રહી છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે આ અહેવાલ મળ્યા તે સમયે ગણીં ચર્ચા સાંભળવા મળી હતી. જણાવીએ કે, આ મહિને રિલીઝ થનારી શાહરૂખની ફિલ્મ ઝીરોમાં પણ કેટરીના કૈફે તેને કિસ કરી છે. ઝીરો ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફની ત્રિપુટી અંદાજે 6 વર્ષ બાદ મોટા પદડે જોવા મળશે.
કિસિંગ સીનને લઈને કેટરીનાએ કહ્યું, ‘કોણ કહે છે કે હું નસીબદાર છું. તે (શાહરૂખ ખાન) નસીબદાર છે.’ ફિલ્મ જબ તક હૈ જાનમાં કેટરીના કૈફ અને શાહરૂખની વચ્ચે રોમાન્સ બતાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં કેટરીનાએ પ્રથમ વખત શાહરૂખ ખાનને કિસ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -