કેટરીનાએ કહ્યું કે, અમે એકબીજાને 16 વર્ષથી ઓળખીએ છીએ અને અમારી વચ્ચે મિત્રતાથી વધારે કંઈ નથી. સલમાન વ્યક્તિ તરીકે ખૂબ સારો છે. તે હંમેશા મારી પડખે ઊભો રહ્યો જ્યારે-જ્યારે મને જરૂર પડી. સલમાન ભલે સતત કોન્ટેક્ટમં ન રહે પરંતુ જરૂર પડે એટલે તરત જ મિત્રની મદદ કરવા માટે દોડી જાય છે.
સલમાન ખાન હંમેશાથી કેટરીના કૈફનો ઉત્સાહ વધારતો આવ્યો છે તે વાત જગજાહેર છે. હાલમાં જ મુંબઈમાં આઈફા અવોર્ડ યોજાયો હતો, જ્યાં કેટરીના કૈફના ડાન્સ પર્ફોર્મન્સનો વારો આવ્યો તો સલમાન કેટરીના-કેટરીના બૂમો પાડવા લાગ્યો આટલું જ નહીં તેણે કેટરીનાના ડાન્સ માટે સીટી પણ વગાડી.
વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરીના હાલ ફિલ્મ સૂર્યવંશીના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની ઓપોઝિટમાં જોવા મળશે તો સલમાન ખાન ‘દબંગ 3’નું શૂટિંગ કરી રહ્યો છે, જેમાં તેની ઓપોઝિટમાં સોનાક્ષી સિન્હા છે.