બીજી તરફ પીએમ મોદીનું હ્યૂસ્ટન પહોંચવા પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તેમનું રેડ કાર્પેટ વેલકમ થયું અને અમેરિકી અધિકારીઓ પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. આ જોઇને પાકિસ્તાનનાં રેલ મંત્રી ભડકી ઉઠ્યા. પાકિસ્તાની મંત્રી અમેરિકામાં મોદીનાં ભવ્ય સ્વાગત અને પાકિસ્તાનની પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અવગણના થતા ભડકી ઉઠ્યા હતા. કાશ્મીર મુદ્દે અમેરિકાને ભારતની સાથે આવતુ જોઇને પાકિસ્તાનનાં રેલ મંત્રી શેખ રશીદે કહ્યું, ‘કાશ્મીરનાં મુદ્દે અમેરિકા પર ભરોસો ના કરી શકાય.” રાશીદે આ મામલે એકમાત્ર ચીનને નજીકનું દોસ્ત ગણાવ્યું.
હવે પાકિસ્તાનના લોકો પણ PM ઈમરાનની મજાક ઉડાવી રહ્યાં છે. એક ટ્વીટર યૂઝરે લખ્યું, ‘PM ઈમરાન ખાનનું અમેરિકામાં વિશાળ રેડ કાર્પેટ વેલકક થયું. અમેરિકાની વરિષ્ઠ અધિકારી મલીહા લોધી તેમનું સ્વાગત કરવા માટે હાજર રહ્યાં.’ જણાવી દઈએ કે, મલીહા લોધી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના જ રાજદૂત છે.
શેખ રાશીદે કહ્યું, “કાશ્મીર મુદ્દે અમેરિકાનો ભરોસો ના થઇ શકે. એક ચીન છે, જેની દોસ્તી પર વિશ્વાસ કરી શકાય છે.’ તેણે કાશ્મીરને લઇને અત્યંત ભડકાઊ ભાષણ આપતા કહ્યું કે, ‘કાશ્મીરની લડાઈ લડવામાં આવશે. પછી ભલે આમાં મરી જવાય કે મારી દેવામાં આવે.” પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં ભિંભરમાં રેલી દરમિયાન રાશીદે આ વાત કહી.