કેટરીના કૈફને પોતાની ક્રિકેટ ટીમમાં લેવા માગે છે આ એક્ટ્રેસ, જાણો વિગતે
કેટરીનાને આ અવતારમાં જોઈને આઈપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની ઓનર અને એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા ઘણી ઇમ્પ્રેસ થઈ ગઈ. તેણે લખ્યું, વાહ, અમે તેને હાયર કરવા માગીએ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કેટરીના કૈફ હાલ સલમાન ખાનની ફિલ્મ ભારતની શૂટીંગમાં વ્યસ્ત છે. જ્યારે શૂટિંગમાંથી સમય મળતા કેટરીના કૈફ ક્રિકેટ રમવાનું પંસદ કરે છે. ઓફસ્ક્રીનનો એક વીડિયો પોસ્ટ કરી કેટરીના કૈફે અનુષ્કા શર્મા, વિરાટ કોહલી અને રણવીર સિંહને એક ખાસ મેસેજ આપ્યો છે. કેટરીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.
આ વીડિયોમાં કેટરીના ક્રિકેટ રમતા જોવા મળી રહી છે. આ વીડિયો સલમાન ખાનની ફિલ્મ ભારતના સેટ પરથી બનાવવામાં આવ્યો છે. વીડિયો શેયર કરતા કેટરીનાએ લખ્યું કે,‘પેકઅપ બાદ ભારતનું સેટ, કારણ કે વર્લ્ડકપ આવવાની તૈયારી છે. અનુષ્કા શર્મા, તમે ટીમના કેપ્ટન(વિરાટ કોહલી)થી મારી ભલામણ કરજો. મારી સ્વિંગમાં થોડો સુધાર થઈ શકે છે, પરંતુ હું ખરાબ ઓલરાઉન્ડર નથી.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -