કિસિંગ સીન માટૈ તૈયારી હતી કેટરીના કૈફ, પણ આ એક્ટરે પાડી ના
નોંધનીય છે કે સલમાન ખાનની હાલમાં જ રિલીઝ થયેલ રેસ-3 ધૂમ કમામી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 138 કરોડ કરતાં વધુની કમાણી કરી છે. આ ફિલ્મને રેમો ડિસોઝાએ ડિરેક્ટ કરી છે. ઈદ પર રીલિઝ થયેલી ફિલ્મે અત્યાર સુધીની રેસ ફ્રેન્ચાઈઝીના તમામ રેકોર્ડ તોડ્યા છે.
આ એક્ટર બીજું કોઈ નહિ પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો દબંગ એક્ટર સલમાન ખાન છે. સલમાન ખાનની પોલિસી છે કે તેઓ બેડ અથવા કિસિંગ સીન નહિ આપે.
સલમાન ખાનનું માનવું છે કે તેની ફિલ્મ્સ જોવા માટે દરેક ઉંમર અને વર્ગના દર્શકો આવે છે. આથી તે એવો કોઈ જ સીન નહિ આપે જે પરિવારના સભ્યો એકસાથે બેસીને જોઈ ન શકે. આ કારણે જ તેણે આજસુધી કોઈ કિસિંગ સીન આપ્યો નથી.
આવું જ કંઈક થયું છે કેટરીના કૈફ સાથે. કેટરિના કૈફ જેવી એક્ટ્રેસને કિસ કરવાની જાણીતા સુપરસ્ટારે ના પાડી હતી.
નવી દિલ્હીઃ મોટેભાગે એવું જોવા બન્યું છે કે હીરોઈન કિસિંગ સીન માટે ના પાડતી હોય છે અને તેને મનાવવામાં ડાયરેક્ટરને આંખે પાણી આવી જતા હોય છે માટે ફિલ્મ સાઈન કરતાં સમયે હીરોઈનને એ વાત જણાવવામાં આવતી હોય છે કે તેણે ફિલ્મમાં કિસિંગ સીન આપવાના છે. પરંતુ એવું ભાગ્યે જ જોવા મળે છે જ્યારે હીરોઈન કિસિંગ સીન માટે તૈયાર હોય પરંતુ હીરો તેના માટે તૈયાર ન હોય.