સલમાને કોને કહ્યું કે, તું આગળ ચાલ, હું તારો બીડીગાર્ડ બની જઉં
થયું એવું કે સલમાન ખાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં તેની સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ હતો. સલમાન ખાન જેવો પોતાની કારમાંથી નીચે ઉતર્યો, ત્યાં જ ફોટોગ્રાફર્સે તસવીર ખેંચવાનું શરૂ કરી દીધું. આ જોતા જ સલમાન ખાન હસ્યો અને પોતાના બોડીગાર્ડ શેરાને કહ્યું, “તૂ આગે ચલ, મે તેરા બોડીગાર્ડ બન જાતા હૂં.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન શેરાએ કહ્યું કે તે સલમાન ખાનની સાથે પોતાનો અંતિમ શ્વાસ લેવા માગે છે. જ્યાં સુધી જીવું છું ભાઈની સાથે રહીશ. શેરાએ કહ્યું કે તે ક્યારેય ભાઈની પાછળ નથી ઉભો રહેતો. શેરાએ કહ્યું કે તે હંમેશા ભાઈની આગળ રહે છે અને તમામ તકલીફોને તેમની પાસે આવતા રોકે છે.
શેરા છેલ્લા 20 વર્ષથી સલમાન ખાનનો બોડીગાર્ડ છે અને શેરા સલમાનના પડછાયાની જેમ તેની સાથે ને સાથે રહે છે, પણ તમને ખબર છે કઈ રીતે શેરા સલમાનનો આટલો બધો વિશ્વાસુ બની ગયો. સલમાન અને શેરા મળ્યા તે વાત ઘણી જ રસપ્રદ છે.
આ સાંભળીને શેરાની સાથે-સાથે ત્યાં હાજર સુરક્ષાકર્મી અને ફોટોગ્રાફર્સ હસવા લાગ્યા. સલમાન ઘણી વખત આવી મજાક મસ્તી કરતો જોવા મળે છે. શેરાને તેઓ બોડીગાર્ડથી વધુ પોતાનો ભાઈ જ માને છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ રેસ 3ની સફળતાને એન્જોય કરી રહ્યા છે. ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મે 6 દિવસમાં 138 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ વચ્ચે સલમાન ખાન દબંગ ટૂર માટે અમેરિકા જવા રવાના થયા છે. પરંતુ મુંબઈ એરપોર્ટ પર તેણે બોડીગાર્ડ સાથે કંઈક એવું કર્યું કે, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -