ફિલ્મ ‘ભારત’ના સેટ પર સાડીમાં જોવા મળી આ એક્ટ્રેસ, સલમાનને છોડીને આ એક્ટર સાથે કર્યું લંચ
નવી દિલ્હીઃ કૈટરીના કાફ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની વિરૂદ્ધ જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ સાથે જોયાલે અનેક સ્ટારની તસવાર અત્યાર સુધી સામે આવી ચૂકી છે. ફરી એક વખત આ ફિલ્મના સેટ પરથી એક તસવીર સામે આવી છે.
કેટરીના કૈફ અને સલમાન ખાન હાલમાં ભારત ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. કેટરીના કૈફની ફિલ્મની ટીમ સાથે એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં તે લંચ બ્રેક એન્જોય કરતી જોવા મળી રહી છે. તસવીરમાં કેટરીનાની સાથે સુનીલ ગ્રોવર અને ફિલ્મ સાથે જોડાયેલ ટીમ જોવા મળી રહી છે. આ નવી તસવીરને શેર કરવાની સાથે કેટરીના કૈફે કેપ્શનમાં લખ્યું- લંચ બ્રેક
તમારી જાણકારી માટે જણાવીએ કે, આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ 5 અલગ અલગ લુકમાં જોવા મળસે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ઉપરાંત દિશા પટાની, સુનીલ ગ્રોવર, તબ્બૂ અને જૈકી શ્રોફ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ અનેક સ્થળ પર થવાનું છે.