નીતિન પટેલે કહ્યું, ગુજરાતમાં 21 લાખ રોજગારીની તકો સર્જાશે; કુલ કેટલા થયા એમઓયુ
વાઈબ્રન્ટ સમિટ-2019માં 135 દેશોના 42,000 પ્રતિનિધિઓ અને 3040 વિદેશી ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. વાઈબ્રન્ટના પગલે ગાંધીનગરમાં દીવાળી જેવા માહોલ હતો. આખા ગાંધીનગરને રોશનીથી શણઘારવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહાત્મા મંદિરમાં સમિટના સમાપન બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિન પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોમાં રૂ.15,000 કરોડના મુડીરોકાણના એમઓયુ થયા છે તેવું જણાવ્યું હતું. આ ટ્રેડ-શોમાં 45 દેશોના 1200 સ્ટોલ હતા. પહેલી વખત ટ્રેડ-શોના એક્ઝિબિશનમાં ટેક્નોલોજી, ઉત્પાદનો અને સર્વિસ સેક્ટરનું માત્ર પ્રદર્શન જ નહીં પરંતુ વેપારી-વેપારી અને વેપારી-ગ્રાહક વચ્ચેના સોદાઓને પણ અવકાશ મળ્યો હતો.
વાઈબ્રન્ટ સમિટ-2019 શાંતિથી સફળતા પૂર્વક પૂર્ણ થઈ છે. આ વખતની સમિટમાં કુલ 28,260 એમઓયુ થયા છે. જેનાથી 21 લાખ રોજગારીની તકોનું સર્જન થશે તેવી આશા છે. આ વખતની સમિટમાં પણ સૌથી વધુ 21,889 એમઓયુ ગુજરાતના અર્થતંત્ર માટે બેકબોન સુક્ષ્મ, લધુ અને મધ્યમ કદના ઉદ્યોગો એટલે કે એમએસએમઈ સેક્ટરમાં થયા છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -