પ્રિયંકાએ 'ભારત' ફિલ્મ છોડતા સલમાન થયો ગુસ્સે, ફિલ્મ માટે આ બે એક્ટ્રેસ વચ્ચે લાગી રેસ
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ બોયફ્રેન્ડ નિક જોનસ સાથે લગ્ન કરવા માટે ‘ભારત’ ફિલ્મ છોડી દીધી હતી. ‘ભારત’ ફિલ્મ છોડી દીધી હોવાના કારણે છોડી સલમાન ખાન પ્રિયંકા ચોપરા પર નારાજ હોવાનું માનવામાં આવી રહી છે. આશ્વર્યની વાત એ છે કે સલમાન ખાન મુંબઇમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી ચૂક્યો હતો અને આગામી સપ્તાહથી પ્રિયંકા પણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની હતી. પ્રિયંકાએ ફિલ્મ છોડી દીધી હોવાની જાણકારી ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે ટ્વિટ કરીને આપી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકા છેલ્લા બે સપ્તાહથી ‘ભારત’ની ટીમ સાથે સતત વાત કરી રહી હતી કે તેને વ્યક્તિ ગત કારણોસર ફિલ્મમાંથી બહાર થવું પડી શકે છે. સલમાનની આ ફિલ્મ માટે જૈકલિન અને કૈટરિનામાંથી કોની પસંદ થશે એ તો સમય જ બતાવશે. આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મમાં કૈટરિનાની પસંદગી થવાના વધુ ચાન્સ છે.
રિલ લાઇફ પ્રોડક્શનના સીઇઓએ કહ્યું કે, બે દિવસ અગાઉ પ્રિયંકાએ પોતાની સગાઇને કારણે ફિલ્મ છોડવાની વાત કરી હતી. આ તેનું અનપ્રોફેશનલ વલણ દર્શાવે છે કારણ કે તેણે નિર્ણય અચાનક લીધો છે. સલમાનની આ ફિલ્મ માટે જૈકલિન અને કૈટરિનામાંથી કોની પસંદ થશે એ તો સમય જ બતાવશે.
એક રિપોર્ટ અનુસાર, પ્રિયંકાના આ નિર્ણય બાદ સલમાન ખાન પોતાની ફિલ્મ માટે બહુ જલદી એક નવી એક્ટ્રેસનું નામ ફાઇનલ કરવા માંગે છે. રિપોર્ટ પ્રમાણે, આ ફિલ્મ માટે કૈટરિના કૈફ સલમાનની પ્રથમ પસંદ છે. જ્યારે જૈકલિન ફર્નાન્ડિસનું નામ પણ સામે આવી રહ્યું છે.
પ્રિયંકાએ આ રીતે અચાનક ફિલ્મ છોડી દેતા સલમાન ખાન ગુસ્સે ભરાયો છે. એક રિપોર્ટ અનુસાર, પ્રિયંકા ચોપરાએ નિક જોનસ સાથે લગ્ન કરવા માટે ફિલ્મ છોડી દીધી છે. નોંધનીય છે કે પ્રિયંકા અને નિક જોનસ આ વર્ષે ઓક્ટોબરમાં લગ્ન કરવાના હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જોકે, આ વાતમાં કેટલું સત્ય છે એ તો પ્રિયંકા ચોપરા જ જણાવી શકે છે.