બોલિવૂડ સ્ટાર્સ વિકી કૌશલ અને કેટરિના કૈફ, જેઓ ગુરુવારે (9 ડિસેમ્બર) સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્નના બંધનમાં બંધાશે. આજે મંગળવારથી સંગીત સમારોહ સાથે પ્રી-વેડિંગ સેરેમની શરૂ થશે. આ દંપતી પરિવાર અને મિત્રો સાથે સોમવારે લગ્નના સ્થળે પહોંચ્યું હતું. જ્યાં તેઓનું ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને માળા અર્પણ કરવામાં આવી હતી, અને તેમના કપાળ પર 'તિલક' લગાવવામાં આવ્યું હતું.


મંગળવાર રાતથી સંગીત સેરેમનીનો પ્રારંભ થશે. અગાઉ, સોમવાર બપોરથી જયપુર એરપોર્ટ ગતિવિધિઓથી ગુંજી ઉઠ્યું હતું કાર.ણ કે કેટરીનાના ભાઈ-બહેન અને મિત્રો એક પછી એક આવી રહ્યા હતા. સોમવારે રાત્રે કેટરિના અને વિકી કૌશલ સાથે એક ડઝન મહેમાનો આવ્યા, જેનું બરવારા કિલ્લામાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. વિકી કૌશલ અને કેટરિના કૈફના પરિવારને બરવારા કિલ્લા સુધી લઈ જવા માટે ત્રણ લક્ઝરી વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.


વિકી અને કેટરિના 12 ડિસેમ્બર સુધી બરવાડા કિલ્લામાં રહેશે. લગ્ન બાદ બંને ચોથ માતાના મંદિરે જાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ દંપતી મંગળવારે રાત્રે 'સંગીત' સમારંભ યોજશે. જે પછી બુધવારે સવારે 11 વાગ્યે 'હલ્દી' સમારંભ થશે ત્યારબાદ, 9 ડિસેમ્બરે ડી ડે આવશે. જ્યારે 'સેહરાબંદી' જેવા કાર્યો નિર્ધારિત છે. દંપતી બપોરે 3 વાગ્યે 'ફેરા' લેશે. ગુરુવારે બપોરે અને પછી રાત્રિભોજન અને રાત્રે પૂલસાઇડ પાર્ટી હશે.


આ કપલ 'રજવાડા' સ્ટાઈલમાં લગ્ન કરશે. આ લગ્ન સમારોહ કડક રીતે ખાનગી રાખવામાં આવ્યો છે.