મહેસાણાઃ કડીના કલ્યાણપૂરા કેનાલ પર કાર કેનાલમાં ખાબકી હતી. કાર કેનાલમાં ખાબકતા બે લોકોના મોત નીપજ્યા હતા.  દારૂ ભરી જતી કાર કેનાલમાં ખાબકી હતી. કેનાલમાંથી કાર બહાર નીકાળતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. અકસ્માતમા રાજસ્થાન બે યુવાનના મોત થયા છે. કાર દારૂની હેરાફેરી કરતી હોવાનું સામે આવ્યું છે. મોડી રાતે આ ઘટના બની હતી.


કારમાંથી રૂપિયા 89 હજારની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. રવિવારે રાત્રે 11 વાગે કડીના અગોલ નજીક આવેલા સૂર્યમફાર્મ પાસેથી પસાર થઇ રહેલી સ્વિફ્ટ કાર (જીજે 05 જેએલ 3761) કેનાલમાં ખાબકી હતી. જેમાં કારચાલક સહિત બે લોકોના મોત નીપજ્યા હતા. 


બનાવની જાણ થતાં બાવલુ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ લાશ બહાર કાઢી પીએમ માટે કલ્યાણપુરા હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે કારને બહાર કાઢી તપાસ કરતાં અંદરથીદારૂ મળ્યો હતો. પોલીસે મૃતકોની ઓળખ કરતાં રાજસ્થાનના ઝાલોર તાલુકાનો હરણઆયનો બિસ્નોઈ સુનિલ મોહનલાલ અને બાડમેરના બાલાસર ગુડામાલાણીનો બિસ્નોઈ સતીશ રાજુભાઈ હોવાનું ખૂલ્યું હતું.


ગાંધીનગરઃ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. ગાંધીનગર ના સરગાસણ વિસ્તારની એક સોસાયટીમાં 4 વર્ષનું બાળક ગેટ પાસે રમી રહ્યું હતું ત્યારે એક કાર સોસાયટીમાં પ્રવેશતાં  બાળક કાર નીચે આવી ગયું હતું. આ અકસ્માતમાં 4 વર્ષીય બાળકનું થયું કરૂણ મૃત્યુ થયું છે. આ બાળક પોતાની માત સાથે મામાના ઘરે આવ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના બની હતી.


ગાંધીનગરની બહારના વિસ્તાર સરગાસણની સ્વસ્તિક 42 સોસાયટીની આ ઘટના છે. આ સમગ્ર ઘટનાનાં દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. સીસીટીવીમા જોઈ શકાય છે કે, કાર સોસાયટીમાં એન્ટ્રી કરી રહી હતી ત્યારે જ બાળક ગેટ પર રમી રહ્યું હતું. કારના ડ્રાઈવરે બાળકને જોયા વિના કાર ચલાવી હતી. બાળકને કાર ચાલકે ગાડી નીચે કચડી નાખ્યો હતો. સ્વસ્તિક 42 સોસાયટીમાં મામાના લગ્નમાં બાળક આવ્યું હતું. મામાના ઘરે બની ગોઝારી ઘટના બનતાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો.