મેડમ તુસાદ મ્યૂઝિયમમાં 'બાહુબલી' બાદ હવે 'કટપ્પા'ની એન્ટ્રી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેડમ ચુસાદની મ્યૂઝિયમની વાત કરવામાં આવે તો ત્યાં પહેલેથી જ ભારતની ઘણી હસ્તિઓના મીણના પૂતળા રાખવામાં આવ્યા છે. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું સ્ટેચ્યૂ બેંકોકના મ્યૂઝિયમ તો બોલીવુડના સ્ટારના સ્ટેચ્યૂ લંડન સ્થિત મ્યૂઝિયમમાં લગાવવામાં આવ્યા છે. મહાનાયક અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા સ્ટાર્સના મીણના પૂતળા લંડના મ્યૂઝિયમની શોભા વધારી રહ્યા છે.
નવી દિલ્લી: ડાયરેક્ટર એસ એસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2 ફરી એક વખત ચર્ચામાં છે. બાહુબલી ફિલ્મના મશહૂર કેરેક્ટર કટપ્પાનું મીણનુ પુતળ લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લાગશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બાહુબલી ફેમ પ્રભાસ બાદ કટપ્પાનું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લાગશે.
ઉલ્લેખનીય છે કે બાહુલલી ફિલ્મની સફળતા બાદ ફિલ્મમાં લીડ રોલ કરનારા સુપરસ્ટાર પ્રભાસનું મીણનુ સ્ટેચ્યૂ મેડમ તુસાદમાં લગાવવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ ઉપલ્બ્ધિ પ્રાપ્ત કરનાર પ્રભાસ સાઉથનો પ્રથમ અભિનેતા બન્યો હતો. પરંતુ હવે કટપ્પા અભિનેતા સત્યરાજ, પ્રભાસ સાથે મેડમ તુસાદમાં સ્ટેચ્યૂના રૂપમાં જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -